વિમ્બલ્ડન: ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કારેઝે જીત સાથે શરૂઆત કરી: મેદવેદેવ-રૂન મોટો અપસેટનો શિકાર; સબાલેન્કાની 50મી જીત
Published on: 01st July, 2025
કાર્લોસ અલ્કારેઝે વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં ફોગ્નીનીને હરાવ્યો, જ્યારે ઓલિવર ટાર્વેટ પણ આગળ વધ્યો. અલ્કારેઝનો આ સતત 19મો વિજય છે, જેણે ફ્રેન્ચ ઓપન અને ક્વીન્સનો ખિતાબ જીત્યો છે. તેણે મેચ દરમિયાન એક બીમાર દર્શકને પાણીની બોટલ આપી મદદ કરી. મહિલા વિભાગમાં, આરીના સબાલેન્કાએ જીત સાથે શરૂઆત કરી, અને વર્લ્ડ નંબર-1 તરીકે WTAમાં આ તેમની 50મી જીત હતી. જો કે, મેદવેદેવ અને હોલ્ગર રુનને પહેલા રાઉન્ડમાં અપસેટનો સામનો કરવો પડ્યો.