ટ્રમ્પ પ્રશાસનનો OpenAI ને આદેશ!
ટ્રમ્પ પ્રશાસનનો OpenAI ને આદેશ!
Published on: 26th June, 2026

અમેરિકાની ટ્રમ્પ સરકારે AI કંપની OpenAI ને તેના નવા અને શક્તિશાળી AI મોડલ 'GPT-5.6' ને એકસાથે લોન્ચ કરવાને બદલે 'સ્ટગર્ડ' એટલે કે તબક્કાવાર રીતે રજૂ કરવા જણાવ્યું છે. આ નિર્ણય AI ક્ષેત્રે વધી રહેલી ચિંતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે. OpenAI ના CEO સેમ ઓલ્ટમેને સરકારની આ વિનંતી સ્વીકારી, પસંદગીના ભાગીદારોને જ પ્રથમ એક્સેસ આપવાની વાત કરી છે. તાજેતરમાં જ એન્થ્રોપિક કંપની પર પણ આવી જ રીતે નિયામકીય દબાણ લાવવામાં આવ્યું હતું.