સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેન રેક પહોંચ્યું, 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન, 3 ઓક્ટોબરથી નિયમિત સેવા.
સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેન રેક પહોંચ્યું, 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન, 3 ઓક્ટોબરથી નિયમિત સેવા.
Published on: 28th September, 2026

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું અદ્યતન રેક સુરત આવી પહોંચ્યું છે, જે સુરતીઓ માટે ખુશીના સમાચાર છે. આ ટ્રેન 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન રન સાથે શરૂ થશે અને 3 ઓક્ટોબરથી નિયમિતપણે દોડશે. રેલવે સ્ટાફ દ્વારા ટેકનિકલ તપાસ અને સલામતી પરીક્ષણ ચાલી રહ્યું છે. મેઈન્ટેનન્સ માટે, ટ્રેન અઠવાડિયામાં છ દિવસ કાર્યરત રહેશે, અને દર મંગળવારે ઉદયપુરમાં તેનું વિગતવાર જાળવણી થશે. સુરતમાં પણ દૈનિક જાળવણી કરવામાં આવશે.