જામનગરમાં પેન્શન રિવિઝન અને પડતર માંગણીઓ માટે પેન્શનરો દ્વારા ત્રણ દિવસીય ધરણાં
જામનગરમાં પેન્શન રિવિઝન અને પડતર માંગણીઓ માટે પેન્શનરો દ્વારા ત્રણ દિવસીય ધરણાં
Published on: 28th September, 2026

ફોરમ ઓફ સિવિલ પેન્શનર્સ એસોસિએશન (FCPA) ગુજરાત અને નેશનલ કોર્ડિનેશન ઓફ પેન્શનર્સ એસોસિએશન (NCCPA)ના આહ્વાન પર, ઓલ ઇન્ડિયા BSNL-DOT પેન્શનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા અમદાવાદના સરદાર બાગ ખાતે ત્રણ દિવસીય ધરણાં યોજાયા હતા. આ ધરણાંમાં વેલીડેશન બિલનો વિરોધ, 8મા કેન્દ્રીય પગાર પંચમાં સમાવેશ, અને BSNL પેન્શનરોની પેન્શન રિવિઝનની મુખ્ય માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પેન્શનરોના પડતર પ્રશ્નો અંગે સરકારને ધ્યાન દોરી, ન્યાયી ઉકેલ લાવવા માટે વડાપ્રધાન અને નાણામંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું.