ગાંધીનગરના જીમખાનામાં ક્લાસ-1 અધિકારીઓ માટે 10 હજાર, સામાન્ય લોકો માટે 5 લાખ ફી
ગાંધીનગરના જીમખાનામાં ક્લાસ-1 અધિકારીઓ માટે 10 હજાર, સામાન્ય લોકો માટે 5 લાખ ફી
Published on: 28th September, 2026

ગાંધીનગર સેક્ટર-19ના જીમખાનામાં વીઆઇપી કલ્ચર ઊભું કરાયું છે, જ્યાં IAS સહિતના ક્લાસ-1 અધિકારીઓ માટે માત્ર 10 હજાર રૂપિયાની લાઇફટાઇમ મેમ્બર ફી જ્યારે સામાન્ય નાગરિકો કે નીચલી કેડરના અધિકારીઓ માટે 5 લાખ રૂપિયા ફી નક્કી કરાઈ છે. સરકારે આ વર્ગભેદની નીતિ અપનાવી છે, જેના કારણે નાગરિકોમાં રોષ છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે રીનોવેશન કરાયેલા જીમખાનામાં જંગી મેમ્બરશીપ ફી લાદીને સામાન્ય લોકોને આ સુવિધાથી દૂર રાખવાનો પ્રયાસ છે. અગાઉ રોજ 700-750 નાગરિકો સ્વિમિંગ માટે આવતા હતા, હવે તેમને પ્રવેશ બંધ કરાયો છે. RTI કરતાં આ પક્ષપાતી વ્યવસ્થાની વિગતો બહાર આવી છે.