બેંક કર્મચારીઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો
બેંક કર્મચારીઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો
Published on: 28th September, 2026

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ત્રણ દિવસની બેંક હડતાળ પહેલાં, કર્મચારીઓએ રવિવારે કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યું. RBIના આદેશથી બેંકો ખુલ્લી રખાઈ હતી. કર્મચારીઓની મુખ્ય માંગ મહિનાના ચારેય શનિવારે બેંક બંધ રાખવાની છે. 2015માં બીજા અને ચોથા શનિવારે રજા નક્કી કરાઈ હતી, જ્યારે 2020માં 12મા દ્વિપક્ષીય કરારમાં ચારેય શનિવારે રજાનો પ્રસ્તાવ મુકાયો હતો. 40 મિનિટ વધુ કામ કરવાની સંમતિ છતાં નાણા મંત્રાલયનો નિર્ણય હજુ પેન્ડિંગ છે. હડતાળથી થતી અગવડ બદલ યુનિયને ક્ષમા માગી છે.