અમદાવાદના ઇસનપુરમાં બિસમાર રસ્તા
અમદાવાદના ઇસનપુરમાં બિસમાર રસ્તા
Published on: 28th September, 2026

ઇસનપુર વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી છે, જેના કારણે ઘણી સોસાયટીઓના રહેવાસીઓને ઘરની બહાર પાળ બાંધવાની ફરજ પડી છે. આ ઉપરાંત, ઇસનપુર ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ છે પરંતુ રોંગ સાઇડ વાહનોના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. ઇસનપુર પોલીસ ચોકીથી નારોલ બીઆરટીએસ રૂટ સુધીનો માર્ગ પણ તૈયાર નથી. ડ્રેનેજ ઉભરાવા અને કોલસી ઉડવાની સમસ્યા પણ સ્થાનિકોને સતાવી રહી છે. ઘણા આંતરિક રસ્તાઓની હાલત પણ બિસમાર છે અને તેનું તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.