સુરેન્દ્રનગર ST નગરમાં ચાર મહિનાથી ગટર-વરસાદી પાણી ભરાતાં રોગચાળાનો ભય
સુરેન્દ્રનગર ST નગરમાં ચાર મહિનાથી ગટર-વરસાદી પાણી ભરાતાં રોગચાળાનો ભય
Published on: 28th September, 2026

સુરેન્દ્રનગરના એસટી નગર વિસ્તારમાં ચાર મહિનાથી ગટર અને વરસાદી પાણી ભરાવાથી રહીશો પરેશાન છે. રણછોડનગર સોસાયટીની શેરીઓમાં ગંદા પાણીના કાયમી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. નીચાણવાળા રોડને કારણે પાણીનો નિકાલ થતો નથી. વાલીઓને બાળકોને તેડીને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડે છે. સ્થાનિકો દ્વારા મનપામાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર બેદરકાર છે. તાત્કાલિક સમારકામ અને કાયમી નિકાલ વ્યવસ્થાની માગણી છે.