જૂની હાથલારીઓની મરામતથી મનપાને લગભગ ૧૦ લાખ રૂપિયાની બચત
જૂની હાથલારીઓની મરામતથી મનપાને લગભગ ૧૦ લાખ રૂપિયાની બચત
Published on: 28th September, 2026

મહેસાણા મનપા દ્વારા કચરાની હાથલારીઓની ઊંચા ભાવે નવી ખરીદીનો નિર્ણય રદ કર્યા બાદ, ગેરેજમાં પડેલી જૂની ૧૦૬ હાથલારીઓની મરામત કરાવવાનો નિર્ણય ખૂબ ફાયદાકારક સાબિત થયો છે. દરેક લારીની મરામત પાછળ માત્ર રૂ. ૮૦૦ નો ખર્ચ થયો, જે કુલ રૂ. ૮૪,૮૦૦ થયો. જો આ લારીઓ નવી ખરીદવામાં આવી હોત તો લગભગ રૂ. ૧૦.૮૧ લાખનો ખર્ચ થાત, તેથી મનપાને લગભગ રૂ. ૧૦ લાખની સીધી બચત થઈ છે. આ મરામત કાર્ય ગેરેજ શાખાના ચાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું.