પુતિનનો મોટો આદેશ: કીવ પર 72 કલાક મિસાઇલ-ડ્રોન હુમલા નહીં
પુતિનનો મોટો આદેશ: કીવ પર 72 કલાક મિસાઇલ-ડ્રોન હુમલા નહીં
Published on: 05th September, 2026

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આગામી 72 કલાક સુધી યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોન હુમલા રોકવાનો આદેશ આપ્યો છે. યુએસના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નર યુક્રેન યુદ્ધ અંગે શાંતિ વાટાઘાટો માટે મોસ્કો પહોંચ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ અનુસાર, પુતિન શનિવારે વિટકોફ અને કુશ્નર સાથે સમીક્ષા બેઠક કરશે. અમેરિકી પ્રતિનિધિમંડળના આગમનની તૈયારીના ભાગરૂપે આ હવાઈ હુમલા રોકવાનો આદેશ જાહેર કરાયો છે. રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો પુનઃશરૂ કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.