ટ્રમ્પના 'નાની વાત' નિવેદનથી ઈરાન સંઘર્ષ પર અમેરિકામાં વિવાદ!
ટ્રમ્પના 'નાની વાત' નિવેદનથી ઈરાન સંઘર્ષ પર અમેરિકામાં વિવાદ!
Published on: 05th September, 2026

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષને "સ્મોલ પટેટોઝ" (Small Potatoes - તદ્દન સામાન્ય કે નાની બાબત) ગણાવી, ઉપરાષ્ટ્રપતિ વેન્સના દાવાને સમર્થન આપ્યું છે. પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા હુમલાઓને હવે 'યુદ્ધ' નથી તેમ કહ્યું. જોકે, આ સંઘર્ષમાં અમેરિકન કરદાતાઓના $37.5 બિલિયનથી વધુ ડોલર ખર્ચાયા છે અને 18 સૈનિકો જીવ ગુમાવી ચૂક્યા છે. તેમ છતાં, ટ્રમ્પે આને "મિલિટરી કોન્ફ્લિક્ટ" (લશ્કરી સંઘર્ષ) ગણાવ્યો કારણ કે તેમના માટે આ નાની વાત છે. 3 નવેમ્બરની ચૂંટણી પહેલાં આ નિવેદનો મતદારો પર અસર કરી શકે છે.