દક્ષિણ અમેરિકાના બોલિવિયા સૈન્ય મથકમાં ભયાનક વિસ્ફોટ
દક્ષિણ અમેરિકાના બોલિવિયા સૈન્ય મથકમાં ભયાનક વિસ્ફોટ
Published on: 05th September, 2026

દક્ષિણ અમેરિકાના બોલિવિયા દેશમાં એક મોટી દુર્ઘટના બની છે. રાજધાની લા પાઝ નજીક વિયાચા વિસ્તારમાં એક લશ્કરી મથકમાં ભયાનક વિસ્ફોટ થયો, જેમાં ૧૦ લોકોના મોત અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ સૈન્ય મથકના એ ભાગમાંથી થયો જ્યાં ઉત્સવો માટે રાખવામાં આવેલ ફટાકડા અને આતશબાજીની સામગ્રીનો જથ્થો સંગ્રહિત હતો. ઘટનામાં આસપાસના ૫૦થી વધુ મકાનોને પણ નુકસાન થયું છે. હાલ બીજા વિસ્ફોટના ખતરાને પગલે લોકોને સ્થળથી દૂર રહેવા અપીલ કરાઈ છે.