નેપાળમાં કાટમાળમાંથી 60 વર્ષીય વૃદ્ધા અને ચીની નાગરિકનો 10 દિવસ બાદ આબાદ બચાવ
નેપાળમાં કાટમાળમાંથી 60 વર્ષીય વૃદ્ધા અને ચીની નાગરિકનો 10 દિવસ બાદ આબાદ બચાવ
Published on: 05th September, 2026

નેપાળમાં પૂર બાદ રાહત-બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. બેત્રાવતીમાં આપદા વચ્ચે કાદવમાંથી 60 વર્ષીય મહિલા જીવતી મળી આવી છે, જે છેલ્લા 11 દિવસથી ફસાયેલી હતી. સશસ્ત્ર પોલીસ દળે ભારે જહેમત વચ્ચે તેમને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ ઘટનાએ આશા જગાવી છે કે કાટમાળમાંથી હજુ ઘણા લોકોને જીવતા શોધી શકાય છે. સાથે જ, અપર ત્રિશૂલી-1 જળવિદ્યુત યોજનાના પ્રભાવિત ક્ષેત્રમાંથી પણ એક ચીની નાગરિકને 11 દિવસ બાદ સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. આ બંને ઘટનાઓ બચાવ દળના સાહસ અને અડગ પ્રયાસો દર્શાવે છે.