BLAએ ફિલ્મી અંદાજમાં વીડિયો જાહેર કરી મુનીરને આપી ચેલેન્જ
BLAએ ફિલ્મી અંદાજમાં વીડિયો જાહેર કરી મુનીરને આપી ચેલેન્જ
Published on: 05th September, 2026

બલૂચિસ્તાનમાં BLA એ પાકિસ્તાની સેના પર બે હુમલા કર્યા, જેમાં 25 જવાનો માર્યા ગયાનો દાવો કર્યો છે. BLA એ એક વીડિયો જાહેર કર્યો જેમાં સેનાના ટ્રક સળગતા, વિસ્ફોટ અને મૃતદેહો દેખાય છે. ઝિયારત ક્રોસ ખાતે 'ફતેહ સ્કવોડ' દ્વારા થયેલા હુમલામાં 18 સૈનિકો માર્યા ગયા અને વાહનો નષ્ટ થયા. સુરાબમાં STOS યુનિટ દ્વારા કરાયેલા વિસ્ફોટમાં વધુ 7 જવાનોના મોત થયા. પાકિસ્તાન સરકાર ચૂપ છે, પરંતુ સેનાએ બળવાખોરો સામે કાર્યવાહીનો દાવો કર્યો છે.