મુંબઈ કોસ્ટલ રોડ પર ભયાનક અકસ્માત
મુંબઈ કોસ્ટલ રોડ પર ભયાનક અકસ્માત
Published on: 20th September, 2026

મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે જતી એક લક્ઝરી કાર બેકાબૂ બનીને હવામાં અનેક પલટી મારી બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા, જેમાં બે યુવકો અમદાવાદના રહેવાસી હતા. એક 20 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત નાજુક છે. પોલીસે CCTV ફૂટેજ અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.