હોર્મુઝમાં ઈરાનના 'ટોલ બુથ' પર અમેરિકાનો હુમલો! જુઓ સેટેલાઈટ ફૂટેજમાં તારાજીના દૃશ્યો.
હોર્મુઝમાં ઈરાનના 'ટોલ બુથ' પર અમેરિકાનો હુમલો! જુઓ સેટેલાઈટ ફૂટેજમાં તારાજીના દૃશ્યો.
Published on: 03rd April, 2026

ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર આવેલા પોર્ટ પર હુમલો કર્યો છે. યુરોપિયન યુનિયન/કોપરનિકસ સેન્ટિનલ-2ની સેટેલાઈટ તસવીરોમાં ગુરુવારે ઈરાનના કેશમ બંદર પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. આ હુમલો ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો છે. આ પોર્ટ ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે અત્યંત મહત્ત્વનું છે. ઈરાન દ્વારા હોર્મુઝમાં ટોલ વસૂલવા જેવી વ્યવસ્થાઓની તૈયારી અને તેનું સંચાલન અહીંથી થતું હતું.