સુપ્રીમ નેતા ખામેનેઇનું મોત, ખામેનેઇ કોણ હતા અને કેમ અમેરિકા માટે વિલન હતા?.
સુપ્રીમ નેતા ખામેનેઇનું મોત, ખામેનેઇ કોણ હતા અને કેમ અમેરિકા માટે વિલન હતા?.
Published on: 01st March, 2026

પશ્ચિમ એશિયાના રાજકારણમાં દાયકાઓ સુધી દબદબો ધરાવતા ઈરાનના નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મૃત્યુના અહેવાલોથી વિશ્વ ચોંકી ગયું છે. અમેરિકા-ઇઝરાયલના ઓપરેશન બાદ IRNAએ સમાચારની પુષ્ટિ કરી છે. ટ્રમ્પ-નેતન્યાહૂએ ઓપરેશનની સફળતાનો દાવો કર્યો અને ટ્રમ્પે ઈરાનના નાગરિકોને સરકાર ઉથલાવી દેવા અપીલ કરી. ખામેનેઇ આધ્યાત્મિક અને ન્યાયિક વડા હતા, જેમણે 35 વર્ષથી ઈરાન પર શાસન કર્યું. તેઓ અમેરિકાને 'નંબર વન દુશ્મન' માનતા હતા અને પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યા હતા.