80 હત્યાઓ કરનાર સીરિયલ કિલર મહિલાનો વેશ ધારણ કરી ઝડપાયો
80 હત્યાઓ કરનાર સીરિયલ કિલર મહિલાનો વેશ ધારણ કરી ઝડપાયો
Published on: 17th September, 2026

બ્રાઝિલમાં 80 લોકોની હત્યા કરવાનો આક્ષેપ ધરાવતો એક સીરિયલ કિલર પોલીસને થાપ આપવા માટે મહિલાનો વેશ ધારણ કરી ભાગી રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો. 33 વર્ષીય જોરલાન અલ્વેસ દા સિલ્વા નામના આ શખ્સને પોલીસે પટ્ટાવાળા ડ્રેસ, વિગ અને સેન્ડલ પહેરેલા હાલતમાં પકડ્યો. તેની સાથે 2 વર્ષનું બાળક પણ હતું, જેની તપાસ ચાલી રહી છે. છેલ્લા 3 મહિનામાં 15 હત્યાઓમાં તેની સંડોવણી હોવાનું જણાયું છે.