ગિરનાર યાત્રિક નોંધણીનો 60 દિવસમાં ફિયાસ્કો
ગિરનાર યાત્રિક નોંધણીનો 60 દિવસમાં ફિયાસ્કો
Published on: 28th September, 2026

ગીરનાર ખાતે યાત્રિકોની સુરક્ષા માટે લાગુ કરાયેલ QR કોડ આધારિત નોંધણી પ્રણાલી માત્ર 60 દિવસમાં નિષ્ફળ રહી છે. 11 જુલાઈના સિંહ હુમલા બાદ 18 જુલાઈથી આ નિયમ લાગુ કરાયો હતો, જેમાં યાત્રિકોએ નોંધણી ફરજિયાત હતી. પરંતુ, હવે આ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને યાત્રિકોની કોઈ નોંધણી થતી નથી. આ સિસ્ટમનો મુખ્ય હેતુ યાત્રિકોની સંખ્યા અને સલામતીનું ધ્યાન રાખવાનો હતો. વન વિભાગે સિંહના હુમલા બાદ વધારાની ટ્રેકર ટીમ અને ચોકીની ફાળવણી કરી છે, છતાં નોંધણી વ્યવસ્થા નિષ્ફળ જતાં સુરક્ષા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.