ચીનની મોટી જાહેરાત: 53 દેશો માટે 'ઝીરો ટેરિફ'.
ચીનની મોટી જાહેરાત: 53 દેશો માટે 'ઝીરો ટેરિફ'.
Published on: 03rd April, 2026

દુનિયામાં જ્યાં એક તરફ વેપારી તણાવ વધી રહ્યો છે અને ઘણા દેશો ટેરિફ વધારવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તે 1 મે 2026 થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા 53 આફ્રિકન દેશો માટે તમામ ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ નિર્ણય હેઠળ આ દેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ- પછી તે કૃષિ, ખાણકામ કે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય, હવે ચીનમાં કોઈપણ ટેરિફ વગર એન્ટ્રી કરી શકશે. જેનાથી આફ્રિકન દેશો માટે વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા બજારમાં પોતાનો હિસ્સો વધારવો ઘણો સરળ બની જશે.