25 વર્ષીય યુવા ક્રિકેટરે ઈજાને કારણે કરિયર છોડી
25 વર્ષીય યુવા ક્રિકેટરે ઈજાને કારણે કરિયર છોડી
Published on: 07th August, 2026

ઇંગ્લૅન્ડના યુવા ઝડપી બોલર જોન ટર્નરે માત્ર 25 વર્ષની નાની વયે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પીઠમાં ગંભીર સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે તે લાંબા સમયથી મેદાનથી દૂર હતો. જૂના ઈજાના રેકોર્ડ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે કમબેક કરવાને બદલે રમતમાંથી નિવૃત્ત થઈ જીવનની નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર સાથે તેના કોન્ટ્રાક્ટમાં હજુ 2 વર્ષ બાકી હતા. તેણે ઇંગ્લૅન્ડ માટે 2 ODI અને 2 T20I મેચ રમી કુલ 3 વિકેટ લીધી હતી.