સાઉદીના નજરાન પર હુથીઓનો હુમલો: 11 નાગરિકો ઘાયલ, અનેક વિસ્તારો નિશાન
સાઉદીના નજરાન પર હુથીઓનો હુમલો: 11 નાગરિકો ઘાયલ, અનેક વિસ્તારો નિશાન
Published on: 07th August, 2026

યમન સરહદ નજીક સાઉદી અરેબિયાના નજરાન (Najran) શહેરમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આ હુમલામાં 4 વર્ષના બાળક સહિત કુલ 11 નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં સાઉદી, યમની, ઈજિપ્તીયન અને પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે. સાઉદી સેનાએ આને 'કસ્ટમરી ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લો'નું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ પહેલા હુથીઓએ યમનના સૈન્ય કેમ્પ પર પણ હુમલો કર્યો હતો, જેમાં 30 સૈનિકોના મોત થયા હતા.