લશ્કર-એ-તાયેબાની 'અંડર વોટર ટ્રેનિંગ'ના વીડિયો દ્વારા માછીમારોને દરિયાઈ સુરક્ષા અંગે સતર્ક કરાયા
લશ્કર-એ-તાયેબાની 'અંડર વોટર ટ્રેનિંગ'ના વીડિયો દ્વારા માછીમારોને દરિયાઈ સુરક્ષા અંગે સતર્ક કરાયા
Published on: 07th August, 2026

વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ફીશરમેન વોચ ગૃપ અવરનેસ કાર્યક્રમમાં માછીમારોને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃત કરાયા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવાનો હતો. આતંકવાદી જૂથ લશ્કર-એ-તાયેબા દ્વારા થતી 'અંડર વોટર ટ્રેનિંગ'ના વીડિયો દ્વારા સંભવિત ખતરાઓ વિશે માછીમારોને માહિતગાર કરાયા. સુરક્ષા એજન્સીઓ અને માછીમારો વચ્ચે લોકસંવાદ યોજાયો, જ્યાં માછીમારોએ રાષ્ટ્રની સુરક્ષામાં સહકાર આપવાની ખાતરી આપી.