પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે માવઠું
પોરબંદરના બરડા પંથકમાં શનિવારે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું. સોઢાણા, સીમર અને રોજીવાડા ગામમાં 1થી 2 ઈંચ વરસાદ પડતાં ખેતરોમાં પાથરા પલળી ગયા હતા. આ કમોસમી વરસાદથી મગફળી જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
