બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે UK મોકલવાના નામે છેતરપિંડી
વડોદરાના સયાજીપુરામાં રહેતી બ્યુટી પાર્લર ચલાવતી વિહારીકાબેન પટેલે લંડન મોકલવાના બહાને અલ્પેશભાઈ સુરેશભાઈ પટેલ નામના વિઝા એજન્ટ સામે ₹1.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ છ મહિનામાં વિઝા અપાવવાની ખાતરી આપી હતી અને પૈસા લીધા બાદ ખોટા ચેક આપી વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
