દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર LPG ટેન્કર લીકેજ
વડોદરા નજીક દહેજથી જયપુર જઈ રહેલું LPG ટેન્કર મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર નંદેસરી પાસેથી પસાર થતી વખતે દૂધની ટેન્કર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં LPG ટેન્કરના વાલ્વમાંથી ગેસ લીકેજ થતાં ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. પોલીસે અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર બંધ કરાવી આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો છે. લીકેજ બંધ કરવાના પ્રયાસો ચાલુ છે.
