અમદાવાદ નજીક ભારત માલા હાઈવે પર LPG ટેન્કર લીકેજ
અમદાવાદના નંદેસરી નજીક ભારત માલા હાઈવે પર દૂધના ટેન્કરે LPG ગેસ ટેન્કરને ટક્કર મારતાં ભયાનક લીકેજ સર્જાયું. આ ઘટનાને પગલે હાઈવે પર વાહનવ્યવહાર બપોરે ૩ વાગ્યા સુધી બંધ કરાયો. સુરક્ષા માટે પોલીસે વાહનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કર્યા છે. ગેસ કંપનીની ટીમ લીકેજને કાબૂમાં લેવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા કાર્યરત છે.
