ટાઈગર શ્રોફ પર ફાયરિંગમાં 4 શંકાસ્પદ રાજસ્થાન અને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપાયા
મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગની ઘટનામાં પોલીસે 16 કલાકમાં 4 શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. રાજસ્થાનના કોટામાંથી 3 આરોપીઓ પકડાયા છે, જેઓ હરિયાણા અને બિહારના રહેવાસી છે. એક અન્ય આરોપી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપાયો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગુનેગારો મહારાષ્ટ્ર બહારથી ઓપરેટ કરી રહ્યા છે.
