વૃદ્ધાને ડરાવી ₹4 લાખના સોનાના ઘરેણાં લઈ નકલી ઘરેણાં પધરાવ્યા
અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં 69 વર્ષીય વૃદ્ધાને ત્રણ શખસોએ મંદિરથી પરત ફરતી વખતે રોકી, સલામતીનો ડર બતાવી ₹4 લાખના સોનાના ઘરેણાં પડાવી લીધા. ઠગોએ વૃદ્ધાનો વિશ્વાસ જીતી અસલી ઘરેણાં લઈ કાગળમાં નકલી ઘરેણાં પધરાવી દીધા અને ફરાર થઈ ગયા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
