સાયલામાં શનિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સાયલામાં શનિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Published on: 21st June, 2026

સાયલા અને તેના આસપાસના વિસ્તારોમાં શનિવારે બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. સુદામડા, થોરિયાળી, જસાપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. અગાઉના વરસાદ બાદ આ વરસાદથી ખેતીના આગોતરા વાવેતરને ફાયદો થયો છે અને ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે. પહેલા ધીમી ધારે અને પછી ધોધમાર ખાબકેલા વરસાદથી લોકોમાં આનંદ છવાયો હતો. સાયલાની બજારો અને હાઈવે પરના નીચાણવાળા વિસ્તારોમાં 27 mm વરસાદથી પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં પણ મોડી સાંજે ઝરમર વરસાદથી લોકોને રાહત મળી.