સુરેન્દ્રનગરમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી
સુરેન્દ્રનગરમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી
Published on: 21st June, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા આગામી ચોમાસાની તૈયારી રૂપે પ્રી મોન્સુન કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. ગત વર્ષે શહેરમાં 48 સ્થળે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આ સમસ્યાના નિવારણ માટે ભૂગર્ભ ગટર, નાળાની સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં નિકાલ માટે જેસીબી વડે કામગીરી, ભયજનક વૃક્ષોનું ટ્રીમિંગ અને સ્ટ્રીટલાઈટ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કમિશ્નર જે.કે.જાદવની સૂચના હેઠળ આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે.