સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો
Published on: 11th August, 2026

ગુજરાત માટે મહત્વપૂર્ણ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમની જળસપાટી 133.39 મીટર નોંધાઈ છે, જે 24 કલાકમાં 21 સેન્ટીમીટર વધી છે. ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે અને હાલમાં તે 82.58 ટકા ભરેલો છે. ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે.