ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે રસ્તા અને વિકાસકાર્યોના આયોજન અંગે આપી ખાસ સૂચનાઓ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે રસ્તા અને વિકાસકાર્યોના આયોજન અંગે આપી ખાસ સૂચનાઓ
Published on: 11th August, 2026

ગાંધીનગરમાં રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને 3850 કરોડ રૂપિયાના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યોની ગુણવત્તા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, અલગ-અલગ કામોના બહાને નવા રસ્તાઓ વારંવાર તોડવા ન પડે તે માટે તમામ વિભાગોએ કામ શરૂ કરતા પહેલા આંતરિક સંકલન કરવું જોઈએ. રોડ નિર્માણ સાથે જ ડ્રેનેજ, વૉટર લાઇન જેવા કામોનું આગોતરું આયોજન કરવા કડક આદેશ અપાયા છે. ભુવા પડવાના ટેકનિકલ કારણો શોધી કાયમી આયોજન કરવા, ફિલ્ડમાં ઉતરી પ્રજાની સમસ્યાઓ સમજવા અને સ્વચ્છતા ન રાખનાર નપા-મનપામાં ગ્રાન્ટ નહીં આપવાની સ્પષ્ટ સૂચનાઓ અપાઈ.