અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે સોલર પેનલના નામે 2.26 લાખની ઠગાઈ
અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે સોલર પેનલના નામે 2.26 લાખની ઠગાઈ
Published on: 11th August, 2026

અમદાવાદના પરિમલ ચાર રસ્તા નજીક આવેલા રૂચિકા ફ્લેટના ચેરમેન દ્વારા સોલર પેનલ લગાવવાના નામે 2.26 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 88 વર્ષીય ભુપેન્દ્ર સાહેબાની ફરિયાદ મુજબ, સોસાયટીમાં સોલર સિસ્ટમ લગાવવા માટે હેતલ એન્ટરપ્રાઇઝના સંચાલક જતીન ભાવસારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જતીન ભાવસારે સોસાયટીના કોમન વપરાશ અને સેક્રેટરીના વ્યક્તિગત ઉપયોગ માટે ભાવ નક્કી કર્યો હતો. કામગીરી માટે 2.26 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ, જતીને નિર્ધારિત સમયમાં સોલર પેનલ ન લગાવી આપી અને રકમ પણ પરત કરી નથી.