જૂનાગઢ અને પોરબંદરના બરડામાં કમોસમી વરસાદ
જૂનાગઢ અને પોરબંદરના બરડા પંથકમાં શનિવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ 78% હતું. પોરબંદરના બરડામાં 1 થી 4 ઇંચ વરસાદથી મગફળી જેવા પાકને નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને આર્થિક ફટકો પડ્યો છે.
