મેઘરજના જીતપુર ગામે ભારે પવન સાથે વરસાદ, મકાનની છત-દીવાલ ધરાશાયી
મેઘરજના જીતપુર ગામે ભારે પવન સાથે વરસાદ, મકાનની છત-દીવાલ ધરાશાયી
Published on: 31st May, 2026

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર ગામે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા એક મકાનની છત ઉડી ગઈ અને મજબૂત દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ. દીવાલ પડતાં જ પશુઓ પર કાટમાળ પડતાં અફરાતફરી મચી, પણ ગ્રામજનોએ તાત્કાલિક રેસ્ક્યૂ કરીને પશુઓને સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે તીવ્ર પવન અને વરસાદની આગાહી કરી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ.