મહીસાગરમાં ભારે વરસાદ, કડાણા-લીંબોડા માર્ગ પર ઝાડ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો
મહીસાગરમાં ભારે વરસાદ, કડાણા-લીંબોડા માર્ગ પર ઝાડ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો
Published on: 31st May, 2026

મહીસાગર જિલ્લામાં મધરાત બાદ ધોધમાર વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની. કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. કડાણા-લીંબોડા માર્ગ પર મોટું ઝાડ પડતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે અવરોધાયો, જેના કારણે મુસાફરોને હાલાકી થઈ. સ્થાનિકોની જાણ બાદ તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના છે.