ગુજરાતમાં ચોથી જૂન સુધી વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં એલર્ટ
ગુજરાતમાં ચોથી જૂન સુધી વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં એલર્ટ
Published on: 31st May, 2026

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ચોથી જૂન સુધી વરસાદી વાતાવરણ રહેશે. આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે, એટલે કે સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, ભરૂચ, દાહોદ, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે.