સિંહોના મોતનું કારણ હજી અસ્પષ્ટ, વન વિભાગની ચિંતા વધી
સિંહોના મોતનું કારણ હજી અસ્પષ્ટ, વન વિભાગની ચિંતા વધી
Published on: 31st May, 2026

ગીરમાં સિંહોના સતત વધી રહેલા મોતથી વન વિભાગ એલર્ટ મોડમાં છે. મૃત સિંહોના સેમ્પલ ગાંધીનગર મોકલ્યાના ત્રણ દિવસ બાદ પણ અંતિમ રિપોર્ટ જાહેર ન થતાં અનેક અટકળો વહેતી થઈ છે. કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) ની આશંકા વચ્ચે 22 સિંહોને કોરન્ટાઈન કરીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા આરોગ્ય સર્વેલન્સ વધારાયું છે, શંકાસ્પદ સિંહોને અલગ રાખી સારવાર અપાઈ રહી છે. સિંહોમાં ઇતરડી દૂર કરવાની કામગીરી પણ તેજ કરાઈ છે.