સુરેન્દ્રનગરમાં ASP કરન પન્નાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન.
સુરેન્દ્રનગરમાં ASP કરન પન્નાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન.
Published on: 31st May, 2026

સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશન પર ફરજ બજાવી રહેલા ASP કરન પન્નાએ તેમનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમની લોકાભિમુખ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં કરેલી સરાહનીય કામગીરીને બિરદાવવા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરાયું. VHPની ટીમે ASP કરન પન્નાના ઉત્કૃષ્ટ સેવાકાળ બદલ પુષ્પગુચ્છ અને ભાગવત ગીતા અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી. તેમના સરળ વ્યક્તિત્વ અને ફરજપાલનની મુક્ત કંઠે પ્રશંસા કરાઈ.