જૂનાગઢ, ઉના અને વંથલીમાં વહેલી સવારે ધીમો વરસાદ, ઠંડક પ્રસરી
જૂનાગઢ, ઉના અને વંથલીમાં વહેલી સવારે ધીમો વરસાદ, ઠંડક પ્રસરી
Published on: 31st May, 2026

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથના ઉના શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણ પલટાયું અને કાળાડિબાંગ વાદળો છવાયા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતો ચિંતિત છે કારણકે ખુલ્લામાં પડેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ, જૂનાગઢના વંથલી અને આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારે પવન સાથે હળવું ઝાપટું પડ્યું. અસહ્ય ગરમીથી રાહત મળી છે અને હાલ વાદળછાયું વાતાવરણ રહેલું છે.