ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી.
ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી.
Published on: 26th May, 2026

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા સાથે ગરમી યથાવત રહી છે. આજથી આગામી ત્રણ દિવસ સુધી દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન સાથે ગરમ પવન ફૂંકાયો હતો, જેના કારણે બપોરે જનજીવન પ્રભાવિત થયું હતું અને બજારો સુમસાન બન્યા હતા. આ સાથે ઉકળાટની અસર પણ રહેશે.