રાજકોટ એરપોર્ટ પર ફ્યુઅલની અછત!
રાજકોટ એરપોર્ટ પર ફ્યુઅલની અછત!
Published on: 26th May, 2026

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્યુઅલની અછતને કારણે એર ઇન્ડિયાએ દિલ્હી અને મુંબઈ જતી બે ફ્લાઇટ તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. 1 જૂનથી 31 જુલાઈ સુધી સવારની દિલ્હી અને સાંજની મુંબઈની ફ્લાઇટ રદ રહેશે. આ નિર્ણયથી મુસાફરો, વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 14 ફ્લાઈટ સંચાલિત થાય છે, જે હવે ઘટીને 12 થઈ જશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી અને એર ઇન્ડિયા ચેરમેનને રજૂઆત કરી ફ્લાઇટ્સ યથાવત રાખવા અપીલ કરી છે.