સુરતમાં પાલ પોલીસે ૨૭.૭૫ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો.
સુરતમાં પાલ પોલીસે ૨૭.૭૫ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો.
Published on: 26th May, 2026

સુરત શહેરમાં નશાના કારોબારને ડામવા પોલીસ કમિશનરની સૂચનાઓ વચ્ચે પાલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અડાજણ-પાલ વિસ્તારમાં સક્રિય નશાના પેડલરોને લક્ષ્ય બનાવી, પોલીસે રૂ. ૨૭.૭૫ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે, પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદને રોકી તેની અંગઝડતી લેતા ૯.૨૫૦ ગ્રામ શુદ્ધ મેફેડ્રોન મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૨૭.૭૫ લાખ થાય છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે.