વડોદરાના ન્યાયમંદિર પાસે દૂધવાલા મોહલ્લામાં પથ્થરમારાની ઘટના.
વડોદરાના ન્યાયમંદિર પાસે દૂધવાલા મોહલ્લામાં પથ્થરમારાની ઘટના.
Published on: 26th May, 2026

વડોદરા શહેરના ન્યાયમંદિર નજીક દૂધવાલા મોહલ્લા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી અથડામણ અને પથ્થરમારાથી અફરાતફરી મચી ગઈ હતી. સામાન્ય બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે વાહનચાલકો અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કેટલાક મકાનો અને વાહનોને નુકસાન થયું છે, પરંતુ કોઈ ગંભીર જાનહાનિના સમાચાર નથી. પોલીસે CCTV ફૂટેજના આધારે તોફાનીઓની ઓળખ પ્રક્રિયા શરૂ કરી છે અને વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે.