ગુજરાતમાં AI થકી ડ્રાઇવિંગ ટેસ્ટ!
ગુજરાતમાં AI થકી ડ્રાઇવિંગ ટેસ્ટ!
Published on: 26th May, 2026

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે સરકારે AI દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, અરજદારો ઘરે બેઠા એપોઇન્ટમેન્ટ લઈ શકશે અને ચહેરાની ડિજિટલ ઓળખ (Face Recognition) ટેકનોલોજીનો ઉપયોગ થશે. સંપૂર્ણપણે હ્યુમન ઇન્ટરફિયરન્સ વગરના AI ટેસ્ટ ટ્રેક પર પરીક્ષણ થશે, જેનાથી વચેટીયાઓની પ્રથા નાબૂદ થશે અને પરીક્ષણ બાદ ત્વરિત પરિણામ મળશે. આ સિસ્ટમ RTOની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને કાગળમુક્ત બનાવશે.