અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ધમા બારડ પર ફાયરિંગ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ધમા બારડ પર ફાયરિંગ.
Published on: 26th May, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારોમાં ભય અને લોકોમાં સુરક્ષાનો ભાવ જગાવતી એક મોટી કાર્યવાહી કરી છે. હત્યા, લૂંટ અને ખંડણી જેવા 26 ગુનાઓમાં વોન્ટેડ ગેંગસ્ટર ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડને સોલા વિસ્તારમાંથી ઝડપી લેવાયો. આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા પોલીસે તેના પગમાં ગોળી મારી. આ દરમિયાન PI મેહુલ ચૌહાણને પણ ઈજા પહોંચી. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો.