ગુજરાતમાં સરેરાશ 70.60% વરસાદ
ગુજરાતમાં સરેરાશ 70.60% વરસાદ
Published on: 11th August, 2026

ચાલુ ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 70.60% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 97.36% વરસાદ સાથે સૌથી વધુ સ્થિતિ સારી છે, જ્યારે કચ્છ ઝોનમાં માત્ર 29.05% વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં 68.10%, સૌરાષ્ટ્રમાં 54.76% અને ઉત્તર ગુજરાતમાં 51.65% વરસાદ નોંધાયો છે. રાજ્યના 35 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે 22 તાલુકામાં 5-10 ઈંચ અને 7 તાલુકામાં 2-5 ઈંચ વરસાદ થયો છે. ત્રણ તાલુકામાં હજુ પણ 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 25 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને 206 જળાશયો સરેરાશ 64.08% ભરાયા છે.