ભરૂચના વીજ માળખું ધરાશાયી થતાં પાલેજ ગામના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભરૂચના વીજ માળખું ધરાશાયી થતાં પાલેજ ગામના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
Published on: 28th September, 2026

પાલેજ ગામમાં સ્ટીલ કો કંપની પાસે જીઈબી (GEB) ના મુખ્ય વીજ માળખાને એક અજાણ્યા વાહને ટક્કર મારતાં ભારે નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે ટીસી સ્ટ્રક્ચર ધરાશાયી થયું અને તેની સાથે જોડાયેલી વીજ લાઈનો પણ ડેમેજ થઈ. જેના પરિણામે પાલેજ ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વીજ કંપનીના અધિકારીઓ સમારકામની કામગીરી શરૂ કરી ચૂક્યા છે. લાલજીન, મક્કા મસ્જિદ તથા પંચાયતવાળા વિસ્તારોમાં નવું સ્ટ્રક્ચર અને લાઈનો કાર્યરત ન થાય ત્યાં સુધી વીજળી બંધ રહેશે.