ઉમરેઠમાં ગરમીમાં વીજ ધાંધિયા, લોકોમાં તંત્ર સામે ભારે રોષ.
ઉમરેઠમાં ગરમીમાં વીજ ધાંધિયા, લોકોમાં તંત્ર સામે ભારે રોષ.
Published on: 09th May, 2026

ઉમરેઠ શહેરમાં અન્ડરગ્રાઉન્ડ વીજ વાયર કામગીરીના કારણે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં વારંવાર લાઈટો જતી રહેતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. MGVCL કર્મચારીઓ સંપર્કમાં ન આવતા અને હેલ્પલાઈન વ્યસ્ત રહેતા લોકોની મુશ્કેલી વધી રહી છે. ગત રાત્રે વીજળી ગુલ થતાં રોષે ભરાયેલા નાગરિકો MGVCL ઓફિસ પહોંચી તંત્રની નિષ્ક્રિયતા સામે હોબાળો મચાવ્યો હતો.